રાજુલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની દીકરાને લઈ પિયર જતી રહેતાં પતિને મનમાં લાગી આવ્યું હતું અને એસિડ પી લેતાં તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે સોનલબેન નાનજીભાઈ જોગદિયા (ઉં.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમના દીકરા શૈલેષભાઈ નાનજીભાઈ જોગદિયા (ઉં.વ. ૩૦)ને તેની પત્ની મનીષાબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી તેની પત્ની દીકરાને લઈને પિયર જતી રહી હતી. આ વાતનું મનમાં લાગી આવતાં તેમના પુત્રે પોતાના રહેણાંક મકાને પોતે જ એસિડ પી લીધું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































