સાવરકુંડલામાં ગુરુકુળ શાળાના સાયન્સ વિભાગના ધો. ૯ના વિદ્યાર્થીઓ માટે આજે સંસ્કૃત સપ્તાહ અને કલા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ચિત્ર, રંગોળી, વકૃતત્વ, નિબંધ લેખન, ગાયન, વાદન વગેરે જેવી સ્પર્ધા યોજવામાં આવેલ હતી. દેવ ભાષા સંસ્કૃતને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓએ ૩૦૦ જેટલા સંસ્કૃતના શ્લોક ગાન કંઠસ્થ કરેલ. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદદાસજી સ્વામી અને સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી અને સંસ્થાનાં ડાયરેક્ટર અને આચાર્ય સાથે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.