અમરેલી જિલ્લાના ધારી તાલુકા મથકે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ડો. આંબેડકર કુમાર છાત્રાલય કાર્યરત છે. અહીં વિદ્યાર્થીઓ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ
સુધીનો અભ્યાસ કરે છે. છાત્રાલય ખાતે ગૃહપતિ દિનેશભાઈ સોલંકી તથા અમરેલી જિલ્લા બાળ સુરક્ષા વિભાગના સાગરભાઈ ચૌહાણ, રોહિતભાઈ પરમાર અને સપનાબેન
જાદવની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮, બાળ ભિક્ષાવૃત્તિ, બાળલગ્ન અને બાળમજૂરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોને શિક્ષિત કરી સમાજ સુધારવા અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ
બનાવવા તેમજ પાલક માતા-પિતા સહાય યોજના સહિતની બાળ સુરક્ષા યોજનાઓની માહિતી અપાઈ હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટી હરિભાઈ આર. પરમાર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































