અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહિબિશનના ભંગની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. બગસરામાં દારૂ પીને જાહેરમાં બકવાસ કરતા યુવક સહિત જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૧૫ શરાબીઓને ઝડપી પાડ્યા હતા. જિલ્લામાં ૨૨ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જાફરાબાદમાંથી બે લોકો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.








































