ઉના તાલુકાના ગરાળ ગામમાં આવેલા જ્યોતિ ગ્રામ સબસ્ટેશનમાં અચાનક આગ લાગતા સમગ્ર ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનોએ આ ઘટના અંગે પીજીવીસીએલની ફોલ્ટ ઓફિસને જાણ કરી હતી અને વીડિયો મોકલી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેથી પીજીવીસીએલ તંત્ર વહેલી તકે સેવા પૂર્વવત કરે તેવી માંગ કરાઈ છે.