લીલીયા મોટા તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જયંતીભાઈ વિંઝુડાની આગેવાનીમાં લીલીયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રજૂઆત બાદ ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા તે સ્થળે ગંગાજળ છાંટી ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ખડગે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હોવાથી કૃત્ય સમગ્ર જીઝ્ર સમાજનું અપમાન અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપતી માનસિકતા દર્શાવે છે. જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા, જાહેર માફી મંગાવા અને અનુસૂચિત જાતિના નાગરિકોના સન્માનનું રક્ષણ કરવા રાજ્યપાલ સ્તરે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.