S.G.F.I. દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં બગસરાના વિદ્યાર્થી શિવ નિલેશકુમાર દેસાણીએ અંડર-૧૭ કેટેગરીની ચેસ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. બાળપણથી ચેસ રમવાનો શોખ ધરાવતા શિવે પોતાની બુદ્ધિમત્તા અને રણનીતિથી હરીફોને માત આપી આ સિદ્ધિ મેળવી હતી. તેની સફળતાથી બગસરા શહેર અને દેસાણી પરિવારનું ગૌરવ વધ્યુ છે. હવે શિવ રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેની સિદ્ધિ બદલ શાળા પરિવાર અને સ્નેહીજનોએ અભિનંદન પાઠવ્યા હતા.










































