????????????

ઉનાના ખારા વિસ્તારમાં દારૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવતે મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા પર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો થયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ ઉના અને બાદમાં ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ૧૭ દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજતાં પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.