ભાવનગર જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાના કારણે ૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે ૫ ગામના અંદાજે ૨૦ લોકો બીમાર પડ્યા છે. ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી છે. સ્થિતિ ગંભીર બનતા
ગૃહમંત્રીએ ૧૮ ઓગસ્ટની મધરાતે અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક બેઠક યોજી હતી અને સમગ્ર ઘટનાની તપાસ જીસ્ઝ્રને સોંપવામાં આવી છે. ત્યારબાદ ભાવનગર જીઁ મયુરસિંહ ચાવડા પણ તાત્કાલિક ભાવનગર દોડી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ૨૮ પેટી દારૂ ભાવનગરમાં લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૫ પેટી જપ્ત કરી લીધી છે, જ્યારે બાકી રહેલી ૧૩ પેટી દારૂ શોધી કાઢવા માટે ભાવનગર પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમો સંભવિત બુટલેગરો અને સપ્લાયરો સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.આ સમગ્ર મામલે પોલીસે ૧૫ અલગ અલગ ટીમો બનાવી છે. ગત રાતથી અત્યાર સુધીમાં બુટલેગર અને સપ્લાયર સહિત કુલ ૧૩ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર લોકો પરપ્રાંતીય હોવાનું પણ સામે આવ્યું છે. જેથી આવા શખ્સોને શોધી ડિટેઇન કરવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ કુલ ૫ મોતમાંથી બે મોત શંકાસ્પદ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે, જ્યારે અન્ય એક મૃતકના પરિવારજનો દ્વારા નકલી દારૂ પીવાના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેથી તમામ મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જીડ્ઢસ્ અક્ષર વ્યાસે જણાવ્યું કે હાલમાં ૨૦ લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ૧૨ દર્દીઓ, આરોગ્યમ હોસ્પિટલમાં ૫, બિમ્સમાં ૧ અને વેદ ૈંઝ્રેંમાં ૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગઈકાલ સાંજની માહિતી મુજબ ઉપેન્દ્રસિંહ ગોહિલ અને કાર્તિક મકવાણાના મોત થયા છે. જ્યારે મૂળ ઈન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ પણ વેદ ૈંઝ્રેંમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા.નરેન્દ્રસિંહ યાદવે અમદાવાદથી મુસાફરી કરી હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી હોવાથી તેમના મોતનું ચોક્કસ કારણ શું છે તે હાલ પોલીસ તપાસનો વિષય છે. તંત્ર દ્વારા આ અંગે અલગથી મેડિકલ ટીમ ફાળવવા સૂચના આપવામાં આવી છે. આવા કિસ્સાઓ માટે ડેડિકેટેડ સ્ટાફ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જેમણે પણ દારૂનું સેવન કર્યું હોય અને કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો સમય ગુમાવ્યા વગર નજીકના મેડિકલ સેન્ટર અથવા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લેવી. સમગ્ર ઘટનાની તપાસ હાલ યુધ્ધના ધોરણે ચાલી રહી છે.
ધોલેરામાં પણ બે પેટી વિદેશી દારૂ આપ્યો હોવાની જાણકારી
ભાવનગરના બુટલેગરે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના ધોલેરાના બુટલેગરને રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂની બે પેટી આપ્યાનું સામે આવ્યું છે. માહિતી મળતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને પેટી દારૂ રિકવર કરી હતી. આ મામલે પોલીસે મોડી રાત્રે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના તમામ ૫૦૦ ગામના સરપંચો સાથે બેઠક યોજી હતી. પોલીસે લોકોને રોયલ સ્ટેગ નામના વિદેશી દારૂનું સેવન નહીં કરવા અપીલ કરી છે. મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિવિધ સ્થળોએ કાર્યવાહી કરીને ૨૦૦થી વધુ દારૂના કેસ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે
વરતેજમાં પરપ્રાંતીયો દારૂ બનાવતા હોવાનો ખુલાસો
ભાવનગરના નકલી દારૂકાંડમાં તપાસનો
આભાર – નિહારીકા રવિયા દોર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર પેરોલફ્લોની એક ટીમને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી છે. મધ્યપ્રદેશથી પરપ્રાંતીયો વરતેજમાં ગૌતમના ઘરે દારૂ બનાવવા આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી રઈસ ઉજ્જૈનનો, ૨૭થી ૨૮ પેટી દારૂ બનાવ્યો
લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઉજ્જૈનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાંથી જ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું અને રઈસ દ્વારા દારૂ બનાવાયો હોવાની માહિતી મળી છે. મિથાઈલની વધુ માત્રાવાળા દારૂની ૨૭થી ૨૮ પેટીઓ બનાવાઈ હતી, જેમાંથી ૭ પેટીઓનો દારૂ કોને-કોને પહોંચાડવામાં આવ્યો તેની તપાસ ચાલી રહી છે. રઈસ સહિત અન્ય આરોપીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. અમદાવાદથી નેફ્રોલોજિસ્ટ સહિત ડોક્ટરોની ટીમોને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘોઘાના ખરકડી ગામે દારૂ પાર્ટી થઈ હતી
ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં ૭ મિત્રોએ ૧૬ ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.૨૪) અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય અજાણ્યા ૪ શખસ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂનું વેચાણ કરતા ૪ બુટલેગરોને ડિટેઈન કર્યા છે. મૃતકના ભાઈએ કહ્યું- દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે.
અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, SMCને તપાસ સોંપાઈ
આ ગંભીર બનાવના પગલે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ૧૮ ઓગસ્ટે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, જીસ્ઝ્ર ના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
દારૂ પીધો હોય તેમણે તબીબી સલાહ લેવા ભાવનગર એસ.પી.ની અપીલ
ડુપ્લિકેટ દારૂ મામલે ભાવનગર જિલ્લા પોલીસવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પીડિત અને હ્યુમન સોર્સના આધારે ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરનારા ગૌતમ સોલંકી સહિત ચાર બુટલેગરને ઝડપી લેવાયા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન તેમણે આ દારૂની સપ્લાય વરતેજ પોલીસ મથક તથા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કરી હતી. જે પૈકી ૯૦ ટકા દારૂ રિકવર કરી લેવાયો છે. બાકીનો જથ્થો જેમને છૂટક વેચ્યો છે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. ડુપ્લિકેટ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમજ જે લોકોએ આવા દારૂનું સેવન કર્યું હોય તેમણે તબિયત સારી હોય તો પણ એકવાર ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવા તેમણે અપીલ કરી છે.
દારૂ મામલે અમરેલી જિલ્લા પોલીસ પણ સતર્ક
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીધા બાદ પાંચ લોકોના મોત થયા બાદ અમરેલી જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતુ કે, જિલ્લામાં ડીજીની સુચનાથી પ્રોહિબિશનની ડ્રાઈવ ચાલુ છે અને જે કોઈ ઈસમ પાસેથી દારૂ પકડાય તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બાબતે ભારે સતર્કતા દાખવામાં આવી રહી છે.





































