ગાયત્રી સંસ્કાર ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ-જીરા ખાતે ૧૫મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.દીપ પ્રાગટ્ય બાદ ભારત ભૂષણ મહેશભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સમગ્ર પરિસરમાં ગુંજી ઉઠ્યા હતા. બાળકો દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ નૃત્યો અને પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા શિસ્તબધ્ધ પરેડ પણ યોજાઈ હતી. ત્યારબાદ ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. બાળકોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.










































