અમરેલી જિલ્લામાં પોલીસે ૩ સ્થળેથી ૩૬ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. ત્રણેય સ્થળેથી મળીને રૂ. ૮.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જાફરાબાદમાં ૧૫ ઈસમો પોતાના આર્થિક ફાયદા સારૂ જુગારનો અડ્ડો ચલાવતા હતા. તેઓ બહારથી માણસો બોલાવી તેઓની ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરી આપતા હતા. નાળના પૈસા ઉઘરાવી, પાના પત્તા વડે હારજીતનો અંદર બહારનો જન્નાનો નસીબ આધારીત જાહેરમાં જુગાર રમી રમડતા હતા. તેમની અંગ-ઝડતી તથા પટમાંથી મળી કુલ રોકડ રૂ.૧,૬૧,૬૦૦, મોબાઇલ ફોન નંગ–૧૩, મોટર સાયકલ નંગ–૦૩, પ્લાસ્ટીકની મિણયુ નંગ-૦૨, ચટાઈ નંગ-૦૧ તથા ગોદડુ નંગ-૦૧ મળી કુલ કિં.રૂ.૩,૨૮,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જુગારના બીજા બનાવમાં મોટી કુંકાવાવમાંથી છ ઈસમો મનુભાઇ બોરડની વાડીની ઓરડી પાસે જાહેરમાં પૈસા તથા ગંજીપતાના પાના વડે તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતાં રોકડા રૂ.૩૮,૮૦૦ના મુદ્દામાલ સાથે રેઈડ દરમિયાન પકડાયા હતા. જ્યારે જુગારના ત્રીજા બનાવમાં દાતરડી ગામની સીમમાં લાલભાઇ આહીરની વાડીના શેઢા પાસે ખુલ્લામાંથી જુગાર રમતાં ૧૫ ઈસમો રેઇડ દરમ્યાન રોકડ રૂ.૨,૭૨,૫૩૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૪ મળી કુલ કિ.રૂ.૪,૫૭,૫૩૦ના મુદામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે ત્રણેય સ્થળેથી મળીને ૮,૨૪,૯૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

અમરેલીમાંથી બે મહિલાઓ તીનપત્તી ટીચતાં ઝડપાઈ
અમરેલીમાંબે મહિલા તથા બે પુરૂષ એમ કુલ ચાર ઇસમો અબ્દુલ્લાભાઇ ઉર્ફે રાજુ કાદરભાઇ કુરેશીના રહેણાંક મકાનની અંદર રૂમમા ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો નામનો હાર જીતનો જુગાર રમી રમાડી જુગારનો અડ્ડો ચલાવી નાળ ઉઘરાવી રોકડ રકમ રૂ.૩૨૭૦નાં મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાયા હતા.