ગારીયાધારમાં સાસુએ વહુને તું તારા પિયર જતી રહે કહી ત્રાસ આપ્યો હતો. તેમજ પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો. મનિષાબેન રાકેશભાઇ સરવૈયા (ઉ.વ.૨૮)એ પતિ રાકેશભાઇ રમેશભાઇ સરવૈયા તથા સાસુ હંસાબેન રમેશભાઇ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમને તેમના પતિ પિયરમાં મુકવા આવતા હતા ત્યારે તેમણે તેમના દીકરાને સાથે લઇ જવાનુ કહેતા તેના પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને વાસાના ભાગે પાટુ માર્યું હતું. પ્લાસટિકનો પાઇપ પગમાં માર્યો હતો. સાસુએ મેણા ટોણા મારી માનસિક તથા શારીરીક દૂઃખ ત્રાસ આપ્યો હતો અને કહ્યું કે તું તારા પિયર જતી રહે. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ પી ઘાંઘળ વધુ તપાસ કરી રહ્યા છે.








































