સાવરકુંડલામાં અમરેલી રોડે ઇલોરા નામની દુકાન સામે રોડ ઉપર એસટીએ વકીલની કારને ટક્કર મારી હતી. રસિકભાઈ વશરામભાઈ વેગડા (ઉ.વ.૪૮)એ જયદીપભાઈ રામકુભાઈ વિંછીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેના સસરા અને તેમની દિકરી કાર લઇને અમરેલી જતા હતા તે દરમ્યાન સાવરકુંડલા નાવલી નદીમાં ઇલોરા નામની દુકાન સામે રોડ ઉપર જાફરાબાદ–અમરેલી રૂટની એસ.ટી. બસના ચાલકે તેના હવાલાની બસ બેદરકારી ભરી તથા ગફલતભરી રીતે ચલાવી ફોરવ્હીલના પાછળના ભાગે ભટકાવી નુકસાન કર્યું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.