અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્પા અને મસાજ પાર્લરના માલિકો અને સંચાલકોને પોલીસ સ્ટેશનમાં જરૂરી વિગતો આપવી ફરજિયાત કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં માલિક, સંચાલક તથા કર્મચારીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ અને આધારકાર્ડ સહિતની વિગતો આપવાની રહેશે. સ્પા અને મસાજ પાર્લરમાં ૩૦ દિવસનું સીસીટીવી રેર્કોડિંગ રહે તે રીતે કેમેરા લગાવવાના રહેશે. ગ્રાહકોના આઈડી પ્રૂફની નોંધ રજિસ્ટરમાં રાખવી પડશે. માલિકીના અથવા ભાડા કરારના પુરાવા પણ પોલીસને આપવા પડશે. હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.