મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના પ્રવાસ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયાના નિવાસસ્થાને બપોરનું ભોજન લીધું હતું. મુખ્યમંત્રીના આગમનને લઈને નગરપાલિકા પ્રમુખના પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેસીંગપરા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.











































