અમરેલીના ટીંબા ગામે ખાણવાળા તળાવમાં માછલી પકડવા ગયેલા પુરુષનું ડૂબી જવાથી મોત
થયું હતું.આ અંગે મૂળ મધ્ય પ્રદેશના બાગલી તાલુકાના ઈમલીપુરા ગામના (હાલ રહે. દેવડા) જીવન શંકરભાઇ ભિલાલા (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા શંકરભાઇ ભિલાલા (ઉ.વ.૫૫) ટીંબા ગામના ખાણવાળા તળાવમાં માછલા પકડતી વખતે પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા.
આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. કે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.