અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ, રૂપાયતન સંચાલિત દીપક હાઇસ્કૂલ દ્વારા વ્યાયામ મંદિર અખાડાના ગ્રાઉન્ડમાં શસ્ત્ર પ્રદર્શનની સાથોસાથ અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રદર્શની યોજવામાં આવી છે. આ પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઈ વેકરીયાના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ અધિક્ષક સંજય ખરાત સહિતના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શની તૈયાર કરનાર શિક્ષક સલીમભાઈ કુરેશી, અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓની જહેમતને બિરદાવી સહુએ અભિનંદન પાઠવ્યા હતા.