જીરું: સુકારો: આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગ લાગવાથી તંદુરસ્ત છોડના પાન અને ડાળીઓ એકાએક નમી પડે છે. સામાન્ય રીતે ૨૫-૩૦ દિવસનો છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે. રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડમાં દાણા બેસતા નથી. થોડા દાણા બેસેલ હોય તેનો વિકાસ થતો નથી. તેથી દાણા ચીમળાયેલા વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાવાળા હોય છે.
સુકારાનું નિયંત્રણ
* સુકારા રોગપ્રતિકારક જાત મુંઝરૂ-૪ અને પનું વાવેતર
* ભુવાર કે જુવારના પાકની ફેરબદલી
* ઉનાળામાં ૨-૩ વખત ઉંડી ખેડ કરી જમીન તપાવવી
* બીજને કાર્બેન્ડાઝીમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૨ ગ્રામ પ્રમાણે પટ
* છાણિયું ખાતર ૧૦ ટન/હે અથવા દિવેલીખોળ/રાયડાખોળ/પોટ્ટ્રી ખાતર ૨.૫ ટન/હે ટ્રાઈકોડરમા હરજીએનમ ૧૦ કિ.ગ્રા/હે. અને છાણિયું ખાતર ૩ ટન/હે. પ્રમાણે (અ) રોગો
૧. ફાળિયો અથવા ચરમીનો રોગ
આ રોગ જમીનજન્ય તેમજ બીજજન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા દેખાય છે. રોગિષ્ટ છોડ ચીમળાઈ જઈ કાળો પડી જાય છે. દાણા બેસતા નથી. જો દાણા બેસે તો કાળા અથવા ચીમળાયેલા અને નાના દાણા બેસે છે. સામાન્ય રીતે આ રોગની શરૂઆત વાવણી પછી ૪૦ દિવસે થાય છે.
રોગની શરૂઆત ખાસ કરીને એકમ વિસ્તારમાં વધારે છોડ અને ક્યારામાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી થતી જોવા મળે છે. શિયાળાની ઋતુમાં ઘણી વખત કમોસમી વરસાદ (માવઠું) અને વાદળછાયું વાતાવરણ થાય ત્યારે આ રોગની
વૃધ્ધિ અને ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે તેથી પાક નિષ્ફળ જાય છે.
નિયંત્રણઃ-
* બીજને થાયરમ ફૂગનાશક દવાની એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો
* પાકની વાવણી ૧૫ નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆતે (૩૦ સે.)
* પૂર્વે વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી. ના ગાળે ચાસમાં વાવણી
* વાદળવાળા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત ટાળવું અને કચરો સળગાવી ધુમાડો કરવો
* ખાતરથી છોડનો વાનસ્પતિક વૃધ્ધિ વધારે થતાં રોગ ઝડપથી ફેલાય
* શરૂઆતમાં જોવા મળતાં રોગિષ્ટ છોડનો નાશ કરવો
* રોગ આવવાની રાહ જોયા સિવાય પાક ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨૫ ટકા (૩૦ ગ્રામ/૧૦ લિટર) ૧૦ દિવસના અંતરે ચાર છંટકાવ કરવા. દવાનું દ્રાવણ ધુમાડા સ્વરૂપે બધા જ છોડ સારી રીતે ભીંજાય તે રીતે છંટકાવ થવો જોઈએ.
અથવા
* વાવણી પછી ૪૦ દિવસે કિસાલીમ મિથાઈલ (૧૦ મિલિ/૧૦ લિટર), ૫૦ દિવસે મેન્કોઝેબ (૩૦ ગ્રામ/૧૦ લિટર) અને ૬૦ દિવસે ડાયફેનાકોનાઝોલ (૫ મિલિ/૧૦ લિટર) નો છંટકાવ અથવા
* રોગની શરૂઆત થયે કિસાલીમ મિથાઈલ ફૂગનાશક દવા (૧૦ મિલિ/૧૦ લિટર) ના ૧૦-૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ
* દવાનું દ્રાવણ ધુમાડા સ્વરૂપે બધા છોડ સારી રીતે ભીંજાય તે રીતે દવાનો છંટકાવ
મકાઈ:-
વધુ ઉત્પાદન માટે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ:-
• મકાઈના પાકની વાવણી સમયસર કરવી.
• બીજને એઝેટોબેક્ટર અને એઝોસ્પાઈરીલમ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું.
• નાઈટ્રોજન ખાતર ચાર હપ્તામાં આપવું.
• જમીનમાં જીંક ૨૫ કિ.ગ્રા./હે. પાયામાં આપવું.
• શરૂઆતના ૪૫ દિવસ સુધી પાક નિંદામણ મુક્ત રાખવા માટે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો.
• ૩૦ દિવસે ભેજ જરૂર હોય તો જ પિયત આપવું અન્યથા પાણી ન આપવું.
• પાઈનરા સુકારો ન આવે તે માટે ૧ હેક્ટરે ૧૦૦૦ કિલો લીંબોળીનો ખોળ વાવેતર વખતે ચાસમાં અવશ્ય આપવો.
• પુંછડી ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ (ફોલ આર્મીવર્મ)ના નિયંત્રણ માટે એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫એસી ૩ મિલી કોઈ એક દવા ૧૦ લીટરમાં ઉમેરી છંટકાવ કરવો
ધરૂવાડીયાની માવજત:-
• ધરૂ ઉછેર કરવામાં આવેલ કયારાને એગ્રોશેડ નેટ અથવા ડાંગરના પરાળનું ઢાંકણ કરી હળવુ પિયત આપવું.
• જરૂરીયાત મુજબ ઝારાં કે ફુવારાની મદદથી પાણી આપતા રહેવું.
• બીજનો પૂરતો ઉગાવો થયા બાદ ૪ થી ૫ દિવસ પછી ઘાસ/એગ્રોનેટનું આવરણ દુર કરવું, કયારામાં રહેલ ઘાસ કચરાને બરાબર વીણી સાફ કરવા.
• કયારા સાફ કર્યા પછી મેટાલેકસીલ એમ ઝેડ (રીડોમીલ) ૨ ગ્રામ / ૧૦ લીટર પ્રમાણે છંટકાવ કરવો જેથી ધરૂના કોહવારાનું નિયંત્રણ થઈ શકશે.
• એગ્રોનેટનો ઉપયોગ કરવાથી જમીનમાંથી ભેજ ઊડતો નથી, જેથી એકાંતરે દિવસે બપોર પછી પાણીનો છંટકાવ કરવો.
• ચોમાસા દરમ્યાન જયારે વરસાદ હોય ત્યારે પાણી ભરાઈ ન રહે તે માટે કયારાની પાળી ઉપર ખરપડીની મદદથી થોડા અંતરે નીકો કરવી.
• ૩૦-૩૫ દિવસની ઉમરના ધરૂનો ફેરોપણી માટે ઉપયોગ કરવો.
(૧) ભેંસોમાં દર ૧૨ કલાકે (સવાર-સાંજ) નિયમિત દોહન કરવું. અનિયમિતતાના કારણે દૂધ ઉત્પાદન અને ફેટમાં વધઘટ શક્ય છે.
(૨) સંપૂર્ણ દોહન કરવાનો આગ્રહ રાખવો. શરૂઆતની બે-ત્રણ દૂધની શેડમાંજંતુઓનું વધુ પ્રમાણ હોવાથી દૂધના વાસણમાં ન લેતાં બહાર જતી કરવી.જયારે દોહનના અંતે (ડબકા) વધુ ફેટનું પ્રમાણ રહેતું હોવાથી પૂર્ણદોહનજવું.
(૩) અધુરા દોહનથી આઉમાં દુધ રહી જવાના કારણે (ક) જંતુજન્ય રોગ લવાની શકયતા વધે છે (ખ) આઉમાં દબાણ વધતા દૂધના આંતરિક સ્ત્રાવમાં ઘટાડો થાય છે. જો આ અધૂરૂ દોહન દરરોજ થાય તો ભેંસ વહેલી વસુકી જાય છે.
(૪) ભેંસોમાં આંચળને અંગૂઠા વડે દબાવી કદાપી દાન કરવું નહી. આથી આંચળને ઈજા થઈ રોગ થવાનો સંભવ છે.
(૫) ભેંસ તથા પાડીઓને દ૨રોજ એક વખત હાથિયો કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ વધશે. જાનવર સ્ફૂર્તિલું થશે તેમજ પાકા વાળ અને ભીંગડા ખરી જવાથી ચોખ્ખું દૂધ ઉત્પાદન મળશે.
(૬) દૂધ દોહન વખતે દોહનાર વ્યકિત શકય હોય ત્યાં સુધી બદલવી નહી. આ વ્યક્તિ તંદુરસ્ત, નખ કાપેલા તથા માથે કપડું બાંધેલી હોવી જોઈએ. દોહન સમયે બીડી/સિગારેટ પીવા નહી.ટીંબીવાળા ઢોર તથા મજૂર રાખવા નહી અન્યથા રોગ ફેલાવાનો ભય રહે છે.
(૭) દોહન સમયે અજાણી વ્યકિત કે કૂતરાઓનું ભસવું કે કોલાહલના કારણે ભેંસો ભડકે છે અને જલ્દી પાનો મૂકતી નથી માટે આ બધી બાબતોનું ધ્યાન રાખવું.











































