જમીનને ત્રણ વર્ષે ઊંડી ખેડ કરી ઉનાળામાં તપાવાવાથી જમીનમાં રહેલ કોશેટાઓ, નુકશાનકારક જીવ, જંતુ અને રોગના બેકટેરિયા, ફૂગનો નાશ થાય છે.ક્યારેક ત્રણ પાક લેવાને બદલે બે જ પાક લેવા જોઈએ. જમીનને તાપાવવી જોઈએ.
મગફળીઃ
• આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું.
તલમાં માથા બાંધનારી ઇયળ:
• તલના ઉભડાને શક્ય હોય તો વરસાદથી બચાવજો ટૂંકા ગાળે ખેરી લેવા
• હાલનું વાતાવરણ જોતા આ ઈયળ આવવાની શક્યતા છે.
• પ્રકાશ પીંજર ગોઠવવાથી પાન વાળનાર ઈયળના ફુદાની વસ્તી કાબુમાં રહે છે
• બ્યુવેરીયા બેસિયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫%અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો.
• ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા કિવનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો.
• ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યુવેરીયા બેસીયાના કે લેકાની સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ લિટર પાણીમાં મિશ્રત કરી છંટકાવ કરવો
• એસિટામિપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા એસિફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ડાયફેન્થ્થુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવો.
કપાસઃ
• તમારા વિસ્તારમાં જે જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવી.
• કપાસનો પાક પૂરો થયા બાદ શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો. તેમજ પેરાથીયોન ભૂકી શેઢા-પાળા તેમજ જ્યાં ઢાંલીયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો.
બાજરી:લીલી ઈયળ
• આ જીવાતનું કુદરતમાં પક્ષીઓથી ભક્ષણ થતા વસ્તી કાબુમાં રહેતી હોય છે.
• ફેરોમોનટ્રેપગોઠવવા અને શકય હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
• આ જીવાતોનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે ફેનવાલરેટ અથવા ૨૦ ઈસીસયાપમેથ્રીનનો છંટકાવ કરવો..
જુવારઃ
• ઉનાળુ ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
શાકભાજીઃ
• ધરું ઉગ્યા પછી કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ ટકા (૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ) અથવા મેટારીઝીયમ-એમ.ઝેડ ૭૨ ટકા ડબલ્યુ.પી. (૧૦ લિટર પાણીમાં ૨૦ ગ્રામ) પ્રમાણે કોઈ પણ એક દ્રાવણ એક ચોરસમીટર દીઠ ત્રણ લિટર પ્રમાણે ઝારાથી નીતારવાથી (ડ્રેન્ચિંગ) જમીનજન્ય ફૂગ સામે ધરુંવાડિયાને રક્ષણ મળે છે.
• મરચીમાં તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાના જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું.
• રીગણી, મરચી, ટામેટી, કોબીઝ / ફ્લાવર, તમાકુ ઃ ધરૂ
મૃત્યુ / ધરૂનો કોહવારો માટે બીજને વાવતાં પહેલા થાયરમ ૭૫ ટકા એસ.ડી., કે મેટાલેકઝીલ-એમ.ઝેડ. ૭૨ ટકા ડબલ્યુ.પી. જેવી ફૂગનાશકનો એક કિ.ગ્રા. બીજદીઠ ૩ ગ્રામ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.
બાગાયત :
• કેળમાં સીગાટોકા પાનના ત્રાકિયા ટપકાંનાં રોગનાં નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૫ મિ. માં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે એક ચમચી સ્ટિકર ઉમેરવું ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
• અપરિપક્વ દાડમનાં ફળ ફાટી જતાં અટકાવવા નિયમિત પિયત આપવું તથા થડેથી પીલા દૂર કરવા.
• કેળ પાકમાંથી રોપણીના એક મહિના બાદ ૫૦૦ મિ.લી. ૦.૫% ટ્રાયકોડમાં અને સ્યુડોમીનાસનું દ્રાવણ રેડવું.
• ખરી પડેલ કેરીના ફળો વીણી બહાર ખાડો દાટી દેવા.
• ફળમાખીના નિયંત્રણ માટે ફળમાખી પિંજર હેક્ટર દીઠ ૧૦ મુકવા.
• આંબાના ઝાડ ઉપરથી સાંખે પડે પછી જ ડેરી ઉતારવાની શરૂઆત કરવી.
• ચીકુમાં કળી કોરી ખાનાર ઇયળ માટે ૨૦ દિવસના અંતેર ડાયકલોરવોસ ૭૬ ઈસી ૫ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા (૪૪ ઈસી) ૧૦ મિ.લી. અથવા લેમડાસાઈહેલોથ્રીન ૨.૫ ઈસી ૧૦ મિ.લી. અથવા કલોપાયરીફોસ ૫૦ ટકા + સાયપરમેથ્રીન ૫ ટકા (૫૫ ઈસી) ૧૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૦.૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
શેરડીઃ
• શેરડીની જુદા જુદા વેધકોનુ જૈવિક નિયત્રણ કરવા પરજીવી ટ્રાઈકોડર્માં ભમરી નો ઉપયોગ કરવો.
દરિયાઈ વિસ્તારમાં સામાન્ય રીતે ભૂગર્ભજળ હલકી ગુણવતા જોવા મળે છે અને મર્યાદિત પણ હોય છે. આથી આ માર્યાદિત અને હલકી ગુણવતા ભૂગર્ભ જળનો ઉપયોગ માઈક્રોટ્યુબ ટપક પધ્ધતિ અપનાવીને પ્લાસ્ટિક કે સેન્દ્રીય આવરણ ( માલ્ચ) નો ઉપયોગ કરવો.
• શેરડીના ફૂદફૂદીયા (પાયરીલા) કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝેર છે જેના પરિણામે પાન ઉપર ફુગની વૃધ્ધિ થાય છે. તે માટે ડાયમીથોએટ ૩૦ઇસી ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી અથવા ફેની ટ્રથીઓન ૫૦ઇસી ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી ભેળવી છંટકાવ કરવો.
જમીનનું પૃથ્થકરણ જરૂરી છે.
૧) જમીનની ફળદ્રુપતાની કથા જેવી કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વોનું પ્રમાણ જાણી શકાય છે.
૨) જમીનમાં રહેલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જાણી તે પ્રમાણે પાક અને તેની જાતની પસંદગી કરી શકાય છે.
૩( જમીનનો અમ્લતા આંક જાણી શકાય
૪) જમીનની ભૌતિક સ્થિતિ જાણી તેને સુધારણાનાં ઉપાય કરી શકાય છે.
૫) જમીન પૃથ્થકરણના આધારે પાક આયોજન કરી શકાય છે.
૬) ખાતરોનું સમતોલ પણું જાળવી શકાય છે.
૭) જમીનની ભાસ્મિકતાનું પ્રમાણ અને તેને સુધારવા માટે જીપ્સમનું પ્રમાણ જાણી શકાય છે.
૮) જમીનના જુદા જુદા તત્વોનું પ્રમાણ જાણી શકાય
૯) જમીનમાં સેન્દ્રિય કાર્બનનું મહત્વ જાણી શકાય છે.
૧૦) પાકને ખાતરોની જરૂરીયાત નકકી કરી કેટલા પ્રમાણમાં આપવા તે જાણી શકાય છે.
૧૧) જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતીક ગુણધર્મો જાણી શકાય છે. ૧૨) ઓછા ઉત્પાદનનું કારણ જાણી શકાય છે.
૧૩) જમીનનાં પૃથ્થકરણનાં અવલોકન માત્રાથી જમીનની ઉત્પાદક્તાનો ખ્યાલ આવે છે.
૧૪) ખાતરની ભલામણ ઉપરાંત ખાતરની પસંદગી, ખાતર આપવાનો સમય અને રીત નકકી થઈ શકે છે. એટલે પાક વાવેતર પહેલા જમીનની ચકાસણી કરાવી લેવી જોઈએ.ખાતરઃ
• ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જરૂરી છે.
• ખેતીમાં ઓછી ખર્ચાળ પદ્ધતિઓ જેવી કે ખેતરના સેન્દ્રિય કચરાનો ફેર ઉપયોગ કરવો, લીલો પડવાશ કરવો અને ઓછા ખર્ચવાળા બાયો ઈનપુટ જવા કે જૈવિક ખાતર, અળસિયનું ખાતર તેમજ સેન્દ્રિય કચરાને કોહવામાં મદદરૂપ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જેનાથી ૨૫ થી ૫૦ % સુધી ખેતી ખર્ચ ઘટે અને ૧૦ થી ૨૦ % જટલો ઉત્પાદનમાં વધારો થાય છે.
• ખેતરમાં સૂક્ષ્મતત્વો યુક્ત જૈવિક ખાતરોની વારંવાર બીજ માવજત અથવા છોડ પર છટકાંવ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાય છે અને ખર્ચમાં ઘટાડો થાય છે.
• સલ્ફરની ખામીવાળી જમીનમાં હેકટર દીઠ ૨૦ થી ૪૦ કિલોગ્રામ સલ્ફર વાપરતાં તેલીબિયાં અને કઠોળના પાકની ઉપજ ૧૫ થી ૨૦ % વધુ થાય છે.
• ટપક પધ્ધતિ હેઠળ ફર્ટિગેશન, ટાંકી દ્વારા પાણીમાં ઓગાળી શકે તેવા અથવા પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદન વધે છે અને રાસાયણિક ખાતરનો વપરાશ ખૂબ જ ઘટે છે.
• જમીનની સ્વાસ્થ્ય ચકાસણી આધારિત જરૂરી માત્રામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાય છે. મોંઘા રાસાયણિક ખાતર તથા તે ઉપરની સરકારી સબસિડીમાં બચત થાય છે.
ફોસ્ફેટ કલ્ચરઃ
• ફોસ્ફેટ કલ્ચર પૈકી બેસીલસ, સ્યુડોમોનાસ, એસ્પરજીલસ અને માઇકોરાઇઝા મુખ્ય છે. આપણી જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું છે. જમીનમાં સુપર ફોસ્ફેટ કે અન્ય સ્વરૂપે જે કોઇ ફોસ્ફરસ ઉમેરીએ છીએ તે થોડા વખતમાં અલ્ભય બની જાય છે. પાકને ઉપયોગમાં આવતો નથી. જમીનમાં એવા ધણાં જીવાણુઓ છે કે જે વિવિધ પ્રકારના એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. આપણા દેશમાં ૨૬૦૦ લાખ ટન રોક ફોસ્ફેટનો ભંડાર છે. આવા કિંમતમાં સસ્તા રોક ફોસ્ફેટનો યોગ્ય ફોસ્ફેટ કલ્ચર સાથે ઉપયોગ કરી શકાય છે.
પોટાશ લભ્ય કરનારઃ
• જમીનમાં એવા ધણાં જીવાણુઓ છે કે જે વિવિધ પ્રકારના એસિડ અને પોલીસેકેરાઈડ બનાવી જમીનમાં રહેલા અલભ્ય પોટાશનું છોડના મૂળ શોષી શકે તેવા સ્વરુપમાં રૂપાંતર કરે છે. મોંઘા પોટાશયુક્ત રાસાયણીક ખાતરના વિકલ્પ સ્વરુપે કિમંતમાં સસ્તા ખનીજ માઈકા, ફેલ્ડ્સ્પારનો પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મજીવાણુંઓ સાથે વપરાશ કરવાથી ૨૫ % પોટાશયુક્ત રાસાયણીક ખાતરની બચત થઈ શકે.









































