સાવજ બ્યુવેરીયા એ ફુગ આધારિત જૈવિક કીટનાશ છે. કપાસ, મગફળી, દિવેલા, તુવેર, ધાણા, જીરૂ, ચણા, મગ, અળદ, લસણ, ડુંગળી જેવા પાકોમાં આવતી ઇયળો અને ચુસિયા પ્રકારની જીવાતોમાં રોગ પેદા કરી તેનું અસરકારક નિયંત્રણ કરે છે. સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ (૧ કિલો પાવડરમાંથી ૧૨ પંપ કરવા) પ્રમાણે ૧૦ થી ૧૫ દિવસના અંતરે બે કલાક પાણીમાં પલાળ્યા પછી સાંજના સમયે તાપ ઓછો હોય ત્યારે જરૂરિયાત મુજબ સ્ટીકર સાથે ભેળવી છોડ પૂરેપૂરો જાય તેમ છંટકાવ કરવો.
ચુસીયા જીવાતોનું નિયંત્રણઃ
મોલોમશી, થ્રીપ્સ, તડતડીયા, મીલીબગ, પાન કથીરી, આંબાનો મઘીયો વગેરેના નિયંત્રણ માટે સાવજ બ્યુવેરીયા સાથે રાસાયણિક દવાઓ ભલામણ કરતા અડઘા ડોઝમાં ભેળવીને નીચે જણાવેલ ક્રમ અથવા સેડ્યુલ પ્રમાણે જરૂરિયાત મુજબ છંટકાવ કરી શકાય.
(૧) સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે થયોમીથોકઝામ ૩ થી ૪ ગ્રામ/પંપ.
(૨) સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ડીનોટેફયુરાન ૩ થી ૪ ગ્રામ/પંપ.
(૩) ) સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ડાયમીથોએટ ૧૦ થી ૧૫ મિલી/પંપ.
(૪) સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ઇમીડા કલોપ્રીડ ૩ થી ૪ મિલી/પંપ.
(૫) સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે કર્બોસલ્ફાન ૭ થી ૧૦ મિલી/પંપ.
(૬) સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ૭ થી ૧૦ ગ્રામ/પંપ.
(૭) સાવજ બ્યુવેરીયા ૯૦ થી ૧૦૦ ગ્રામ/પંપ સાથે ફ્લોનીકામીડ ૩ થી ૪ મિલી/પંપ.
કપાસ પેરા વિલ્ટ ઃ
આ દેહધાર્મિક વિકૃતિ છે. આનાથી ઉપરથી નીચે તરફ છોડ સુકાતો હોય છે. ડુલ અથવા ઝીંડવા અવસ્થાએ જોવા મળે છે. આ સમયે ઝડપી વિકાસ થતો હોય ત્યારે પ્રકાશસંશ્લેષણ વધુ જોઈતો હોય છે સાથે ઓક્સીજન પણ વધુ જોઈએ. પાણી ભરાઈ રહેવું, નીતારશક્તિ ઓછી
હોય, ચીકણી માટી હોય, સેન્દ્રીય ખાતર ઓછુ હોય ત્યારે આ વિલ્ટ આવતો હોય છે. બીટી જાતોમાં વધુ હોય છે. નિવારણ માટે પાણીનો નિકાલ કરવો,જમીનમાં કાણા પાડવા, પોટાશ યુક્ત ખાતર આપવું. ૧૯-૧૯-૧૯ ૧૫૦ ગ્રામ + મૈક્રોમિક્ક્ષ ગ્રેડ-૪ ૨૫ ગ્રામ પમ્પમાં નાખી છંટકાવ કરવો. બોરેક્ષ પાવડર પણ વાપરી શકાય. ૨ ટકા યુરિયાનાં દ્રાવણનું દ્રેન્સિંગ કરવું. ૧૩-૦-૪૫ ઓગાળી પાક ઉપર છંટકાવ કરવો.
• મુળખાઈ અને સુકારો ઉભા પાકમાં રોગ જોવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.૨ ટકા (૧૦ લીટરમાં ૨૭ ગ્રામ) અથવા કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨ ટકા (૧૦ લીટરમાં ૪૦ ગ્રામ) અથવા કાર્બેંડાઝીમ ૦.૧ ટકા (૧૦ લીટરમાં ૧૦ ગ્રામ) નું મિશ્રણ સુકાતા છોડની આજુબાજુ ૫૦ – ૬૦ છોડના થડ પાસે રેડવુ તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.
• ગુલાબી ઈયળના નિયંત્રણ માટે વીઘે ૬ થી ૭ ફેરોમેનટ્રેપ મુકવા.
• ટ્રાઇકોકાર્ડનો વીઘે ૨ કાર્ડ મુજબ ઇંડાના પરજીવીકરણ માટે અઠવાડિયાનાં અંતરે ખેતરમાં પાંચ વાર મુકવા.
• ચીમળાઈ ગયેલ ફૂલ, ચાપવા, કળીઓ,જીંડવાઓ દર ત્રણ દિવસે વીણી સળગાવી નાશ કરવો.
• સુંઢિયું જોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોરપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ૨૦ મિલી દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય. ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિલી ઇન્ડોક્ઝાકાર્બ ૨ થી ૫ મિ.લિ., પ્રોફેનોફોસ ૧૦ થી ૧૫ મિ.લિ.થાયોડીકાર્બ ૭ ગ્રામ દવા પૈકી કોઈ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગફળીઃ
મગફળીમાં અફલાટોકસીન ઘટાડવા માટે નીચેના પગલાં લેવા જોઈએ.
• મગફળીમાં થડના કોહવારાના નિયંત્રણ માટે ટ્રાઇકોર્ડમાં વિરીડા પાવડરને પાણી સાથે ૨.૫ કિલો/હેકટરે જમીનમાં આપવું.
• મગફળી ઉપાડવાનો સમય થયો હોય તો ફુવારાથી હળવું પિયત આપવું જેથી ડોડવા જમીનમાં તૂટે નહીં
• લશ્કરી ઈયળ(પ્રોડેનીયા)ના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૦.૦૫% (૨૫ મિ.લી.) અથવા ડાયકલોરવોશ ૦.૦૫% (૫ મિ.લી.) અથવા કવીનાલફોસ ૦.૦૫% (૨૦ મિ.લી.) છંટકાવ કરવો
• જ્યારે મગફળી હાથથી છૂટી પાડવાની થાય ત્યારે અપરિપક્વ ડોડવા અલગ પાડો. જ્યારે યાંત્રિક રીતે થ્રેસરનો ઉપયોગ કરી મગફળી છૂટી કરવાની થાય ત્યારે થ્રેસરની જાળી મગફળીના કદ અને જાત પ્રમાણે યોગ્ય કદના કાણા વાળી રાખો. હલકા અને અપરિપક્વ ડોડવા અલગ પડે તેટલી હવા થ્રેસરના પંખાની લાગે તેવી વ્યવસ્થા કરો.
• યંત્રથી નુકસાન થયેલ અથવા જીવાતથી નુકસાન થયેલ ડોડવાને દુર કરો.
• બરાબર ભરાયેલ ડોડવાને ૮ ટકા ભેજ આવે ત્યાં સુધી સૂકવો. આનો નિર્ણય કરવા માટે થોડા ડોડવા હાથમાં લઈ ખખડાવવાથી ખ્યાલ આવે
દિવેલાઃ
ડોડવા (ઘાંટા) કોરી ખાનાર ઈયળ
• ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવી
આભાર – નિહારીકા રવિયા ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય.
• બેસીલસ થુરીન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિલી અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૫ મિલી અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૫ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
ડાંગર ડાંગર ઃ કરમોડી / ખડખડીયો / બ્લાસ્ટ
રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા ૬ ગ્રામ અથવા આઇબ્રોબેનફોસ ૪૮ ઇસી ૧૦ મિ.લી. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫-૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા. ગુજરાતમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને કરમોડી રોગના અસરકારક વ્યવસ્થાપન માટે ફૂગનાશકોના તૈયાર મિશ્રણ, પ્રોપીકોનાઝોલ ૧૦.૭% + ટ્રાયસાયક્લાઝોલ ૩૪.૨% એસઈ, ૦.૦૪%, ૧૦ મિ.લી./૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૪૬ દિવસ) અથવા ટેબુકોનાઝોલ ૫૦% + ટ્રાઈફલોક્સિસ્ટ્રોબિન ૨૫% ડબલ્યુજી, ૦.૦૩૦%, ૪ ગ્રામ/૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૨૧ દિવસ)ના બે છંટકાવ, પ્રથમ રોગ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ તેના ૧૫ દિવસ બાદ
કઠોળઃ કઠોળ પાકોની કાપણી વખતે પાકને ઉપાડવો નહિ પણ કાપવો, લીલો પડવાશ કરવો.
જુવારઃ દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
શેરડીઃ
• સફેદ મોલોનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાતનો ઉપદ્રવ સૌરાષ્ટ્રમાં પ્રથમ જોવા મળેલ છે. આ જીવાત
છાયાવાળી જગ્યાએ પાકમાં વધુ જોવા મળે છે. શક્ય બને તે શેરડીના સુકાપાન કાઢતા જવા જેથી બીજી રોગ – જીવાત પણ ઓછા આવે. ઉપદ્રવ પાનને દુર કરવા. પરભક્ષી કાળા દાળિયા (કીટક) વધે તેવા પ્રયત્નો કરવા.
• વર્ટીસીલીયમ લેકાની કે બીવેરીયા બાસીયાના મેંટારીઝમ નામનીફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
• ડાયમીથોયેટ મિથાઈલ ઓ – ડીમેટોન૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
વર્મીવોશઃ
• વર્મીવોશ બનાવી તેનાં છંટકાવથી ભીંડા, રીંગણ વગેરે શાકભાજીમાં ઉપયોગથી ઘણો ફાયદો થાય છે. કિટકનાશક તરીકે પણ કામ કરે છે.
• તે વાપરવાથી પાકની
વૃદ્ધિ અને વિકાસ સારો થાય, પ્રકાશસંશ્લેષણની પ્રકિયામાં વધારો થાય .
• છોડ જુસ્સાવાળો અને રોગ-જીવાત પ્રતિકારક ક્ષમતા ધરાવતો પેદા થાય છે.પેદાશની ગુણવતા સુધરે છે.
તમાકુ ઃ સફેદ ટપકા / સફેદ ચાંચડી ઃઃ
• હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૦ મિલી અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૫૦ વેપા ૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩ % વેપા ૩૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી કોઈપણ એક ફુગનાશકનો વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
બાગાયતઃ
• આંબા – ચીકુ અને જામફળની વાડીમાં નર તેમજ માદા ફળમાખીના નાશ માટે ફેન્થેઓન ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
નાળીયેરીઃ
• કાળા માથાવાળી ઇયળ પાનની નીચે નુકશાન કરે છે આનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન વતા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
• નિયંત્રણ માટે પાન પર વધુ નુકશાન હોય તો તેને કાપી નાશ કરવો. અને નિયમિત પિયત આપવું.
• ઓછો ઉપદ્રવ હોય ત્યારે ફોઝોલોન ૩૫ ઇસી ૩૦ મીલી અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ. ૧૫ મીલી ૧૫ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
શાકભાજીઃ રીંગણી, મરચી, ટામેટી, તમાકુ ઃ ધરૂ મૃત્યુ / ધરૂનો કોહવારો
રોગ દેખાય ત્યારે એઝોકિસસ્ટ્રોબિન ૨૩ એસસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણી અથવા ફેનામીડોન ૧૦ % + મેન્કોઝેબ ૫૦ % વેપા ૩૦ ગ્રામ ૧૦ લીટર પાણીનો છંટકાવ કરવો અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૬૮ વેપા ૨૦૦ લીટર પાણીમાં ૩૨ ગ્રામ મુજબ ઓગાળી એક ગુંઠા વિસ્તારમાં ઝારાથી રેડવું અથવા ૦.૬ % બોર્ડો મિશ્રણનું દ્રાવણ ઝારાની મદદથી પ્રતિ ચોરસ મિટરે બે લીટર મુજબ આપવાથી આ રોગને અસરકારક રીતે અટકાવી શકાય.












































