બાબરા શહેરના કપીલા હનુમાનજી મંદિર ખાતે કપીલા હનુમાન યુવા મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. યુવાનો દ્વારા ઢોલ-નગારાના તાલે ગણપતિની મૂર્તિને વાજતે-ગાજતે મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ ધાર્મિક વિધિ-વિધાન સાથે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, બાળકો તથા સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્‌યું હતું. ભક્તોએ આરતી કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.