સાવરકુંડલાના જેસર રોડ રેલવે ફાટક પર મંજૂર થયેલા અંડરબ્રિજનું કામ હજુ શરૂ ન થતાં સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાયો છે. ફાટક વારંવાર બંધ રહેતા વાહનોની લાંબી કતારો સર્જાય છે. ખાસ કરીને ટ્રાફિક જામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ફસાતાં દર્દીઓના જીવ જોખમાય છે. જાગૃત નાગરિકોએ ધારાસભ્ય મહેશભાઈને રજૂઆત કરી અંડરબ્રિજનું કામ વિલંબ કર્યા વગર યુધ્ધના ધોરણે શરૂ કરાવવાની માંગ કરી છે.



































