જાફરાબાદના મોટા માણસા ગામે રૂ. ૨૫,૫૦૦ની ઘરફોડ થઈ હતી. બનાવ અંગે હરિભાઈ જીણાભાઈ જોગદિયા (ઉ.વ.૩૩)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ અને તેમનાં પત્ની બે દિવસ પહેલાં સવારના આઠેક વાગ્યાથી સાંજના સાડા છએક વાગ્યા સુધી પોતાના ઘરે તાળું મારી મજૂરીકામે ગયા હતા. તે અરસામાં કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ઘરની દીવાલ ઠેકી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમજ રૂમનાં તાળાં તોડી પતરાવાળા રૂમમાં કબાટના ખાનામાં રહેલા પાકીટમાંથી રોકડા રૂ. ૨૩,૫૦૦ અને ચાંદીના છડા મળી કુલ રૂ. ૨૫,૫૦૦ની મતાની ચોરી કરી લઈ ગયો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. ડી. હડિયા વધુ તપાસ કરી રહ્યા છે.