રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્‌’ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાળના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ‘સેવાદૂત અભિયાન’ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની વિશેષ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અમરપાલ મોર્યા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ સંયોજક જયસિંહ ચૌહાણે અભિયાનની રૂપરેખા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળામાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત પ્રદેશ અને જિલ્લાના અગ્રણીઓ જોડાયા હતા. પ્રદેશ ભાજપની સૂચના મુજબ, સંગઠનને મજબૂત કરવા અને જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અમરેલીના પાંચ સિનિયર આગેવાનો અન્ય જિલ્લામાં અને અન્ય જિલ્લાના પાંચ આગેવાનો અમરેલીમાં ૨૫ દિવસ રોકાણ કરશે.