અમરેલીના સણોસરા ગામેથી બાઈકની ચોરી થઈ હતી. બનાવ અંગે ઘનશ્યામભાઈ બાબુભાઈ ગજેરા (ઉં.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ,તેમણે પોતાના ઘરની આગળ બજારમાં ટ્રેક્ટર-ટ્રોલીની આગળ મોટરસાઈકલ મૂકી હતી. બે અજાણ્યા ઈસમો ભેગા મળી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઈકની કિંમત રૂ. ૭૦,૦૦૦ જાહેર થઈ હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.
વી.વી.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.









































