જાફરાબાદ તાલુકાનાં નાના અને મોટા લોઠપુર ગામમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે ગ્રામજનોએ ગંભીર ફરિયાદો ઉઠાવી છે. બંને ગામના લોકોને દૂષિત પાણી મળતું હોવાનો આક્ષેપ થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. પીવાના પાણીની ગુણવત્તા સામે સવાલો ઊઠતાં તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.ગ્રામજનોએ પાણીના નમૂના એકત્ર કરીને માન્ય લેબોરેટરીમાં તેની તપાસ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત ગામોમાં પાણીની લાઇનો, પુરવઠાની વ્યવસ્થા અને પાણી વિતરણની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, લોકોને શુધ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ. બંને ગામોમાં શુધ્ધ પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ કરવામાં આવી છે.