ભારતનો ૫૭મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઇ) ગોવામાં વિશ્વભરના ફિલ્મો અને ફિલ્મ નિર્માતાઓની ઉજવણી સમારોહ સાથે પૂર્ણ થયો. અગ્રણી વિજેતાઓમાં, અભિનેતા-ફિલ્મ નિર્માતા ઋષભ શેટ્ટીને “કંટારાઃ અ લિજેન્ડ – ચેપ્ટર ૧” માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) માટે સિલ્વર પીકોક એવોર્ડ મળ્યો. ફિલ્મ નિર્માતા વિશાલ ચતુર્વેદીને “હનુમાન અંશ” માટે ભારતીય ફીચર ફિલ્મ શ્રેણીમાં શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો. આ મહોત્સવમાં વિવિધ શ્રેણીઓમાં અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું. ટિયાગો ગુએડેસ દ્વારા દિગ્દર્શિત પોર્ટુગીઝ-ફ્રેન્ચ ફિલ્મ “એક્વિ” એ શ્રેષ્ઠ ફિલ્મ માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યોઆઇએફએફઆઇ ૨૦૨૬ ના વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં છે.
આઇએફએફઆઇ ૨૦૨૬ વિજેતાઓની યાદીઃશ્રેષ્ઠ ફિલ્મ માટે ‘ગોલ્ડન પીકોક:એકિવ દિગ્દર્શક – ટિયાગો ગુએડેસ,શ્રેષ્ઠ દિગ્દર્શક માટે ‘સિલ્વર પીકોક’ઃ ‘વિઝિટેશન’ (વિઝિટેશન) માટે વોલ્કર શ્લોન્ડોર્ફ,’વિશેષ ઉલ્લેખ’ઃ ‘કાંતારાઃ અ લિજેન્ડ – ચેપ્ટર ૧’,’શ્રેષ્ઠ ડેબ્યુ ફીચર માટે સિલ્વર પીકોકઃ ‘ધ ગોલ્ડન એજ’ (બેરેન્જર થાઉઈન),’સ્પેશિયલ જ્યુરી એવોર્ડ માટે સિલ્વર પીકોકઃ ‘ધ રિવર ટ્રેન’,’શ્રેષ્ઠ અભિનેતા (†ી) માટે સિલ્વર પીકોકઃ માયા ઓ’રોર્કે (‘ધ મેલ્ટડાઉન’ માટે),’શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) માટે સિલ્વર પીકોકઃ ઋષભ શેટ્ટી (‘કાંતારા ચેપ્ટર ૧’ માટે),’શ્રેષ્ઠ વેબ સિરીઝ ઓટીટી એવોર્ડ: ‘મેડ ઇન ઈન્ડિયા: અ ટાઇટન સ્ટોરી’ (રોબી ગ્રેવાલ),’શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટર: વિશાલ ચતુર્વેદી (‘હનુમાન અંશ’ માટે) ‘કાંતારા ચેપ્ટર ૧’ માટે ઋષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો
ઋષભ શેટ્ટીને “કાંતારાઃ અ લિજેન્ડ – ચેપ્ટર ૧” માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને ફેસ્ટિવલમાં “સ્પેશિયલ મેન્શન” પણ મળ્યો હતો. ૨૦૨૫ માં રિલીઝ થયેલી આ કન્નડ એક્શન થ્રિલર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ઋષભ શેટ્ટી મુખ્ય ભૂમિકા ભજવે છે અને ફિલ્મનું દિગ્દર્શન પણ કરે છે. ફિલ્મના કલાકારોમાં રુÂક્મણી વસંત, જયરામ, ગુલશન દેવૈયા અને અચ્યુત કુમારનો સમાવેશ થાય છે.વિશાલ ચતુર્વેદીને તેમની ફિલ્મ “હનુમાન અંશ” માટે “ભારતીય ફીચર ફિલ્મના શ્રેષ્ઠ નવોદિત નિર્દેશક” શ્રેણીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યુરીએ ફિલ્મની પ્રશંસા કરી, નોંધ્યું કે તે સંસ્કૃતિ, શ્રદ્ધા અને સંગીતને સુંદર રીતે ગૂંથે છે, અને તેનો ઊંડો ભાવનાત્મક જાડાણ પણ છે.
‘હનુમાન અંશ’ સૌપ્રથમ ૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયું હતું અને ૨૭ નવેમ્બરના રોજ સોનીલીવ પર હિન્દીમાં સ્ટ્રીમિંગ શરૂ થયું હતું. તે રવિવાર, ૨૯ નવેમ્બરથી નેટફ્લિકસ પર ઘણી પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે. આ ફિલ્મ નીમ કરોલી બાબાની આધ્યાત્મિક યાત્રા પર આધારિત છે.