પાકિસ્તાન સુપર લીગ ની આગામી સીઝનમાં, પેશાવરના ક્રિકેટ ચાહકોને પ્રથમ વખત તેમની ઘરઆંગણે લીગનો ઉત્સાહ અનુભવવાની તક મળશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ૨૩ નવેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરી હતી, જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે આવતા વર્ષની પીએસએલની ૧૨મી સીઝનની શરૂઆતની મેચ પેશાવરમાં રમાશે. વધુમાં, શહેરના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને અરબાબ નિયાઝ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. અગાઉ, તે ઇમરાન ખાન ક્રિકેટ સ્ટેડિયમ તરીકે જાણીતું હતું.પીસીબીએ પીએસએલ સ્થળોની યાદીમાં છઠ્ઠા સ્થળ તરીકે પેશાવરનો સમાવેશ કર્યો છે. જાકે, બોર્ડે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે શહેરમાં કેટલી મેચ રમાશે.પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યો હતો કે પેશાવર ઓપનિંગ મેચ ઉપરાંત બીજી મેચનું આયોજન કરી શકે છે.
પીએસએલમાં પેશાવરનો સમાવેશ કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે ૨૦૧૬ માં લીગની શરૂઆત થઈ ત્યારથી શહેરમાં એક પણ મેચનું આયોજન થયું નથી. પીએસએલની બધી મેચ ૨૦૨૦ માં પાકિસ્તાનમાં યોજાવાની શરૂઆત થઈ. ત્યારથી, લાહોર, કરાચી, રાવલપિંડી અને મુલતાન લીગના મુખ્ય સ્થળો રહ્યા છે. જાકે, લીગમાં બે નવી ટીમોના ઉમેરા સાથે, મેચોની સંખ્યા ૩૪ થી વધીને ૪૪ થઈ ગઈ. આ પછી,પીસીબીએ સ્થળોની યાદીમાં ફૈસલાબાદ અને પેશાવરનો પણ સમાવેશ કર્યો.પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ખૈબર પખ્તુનખ્વામાં ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. બોર્ડના જણાવ્યા અનુસાર, ૨૦૧૬ માં લીગની પહેલી સીઝનથી પેશાવરના હજારો ક્રિકેટ ચાહકો તેમની ટીમ અને ટુર્નામેન્ટ સાથે જાડાયેલા છે, પરંતુ તેમને હજુ સુધી તેમના શહેરમાં પીએસએલ મેચ જાવાની તક મળી નથી. નોંધનીય છે કે પીએસએલની ૧૨મી સીઝન આવતા વર્ષે ૧૮ માર્ચથી ૨ મે સુધી રમાશે. ખેલાડીઓની હરાજી ૨૩ જાન્યુઆરીએ યોજાશે. પેશાવર ઝાલ્મી ડીફેન્ડીંગ ચેમ્પિયન છે. ટીમે તાજેતરમાં લાહોરમાં રમાયેલી ફાઇનલમાં હૈદરાબાદ કિંગ્સમેનને પાંચ વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.










































