તાજેતરમાં, વિશ્વભરમાં ભૂકંપમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે લોકોમાં ભય વધી રહ્યો છે. તાજેતરના સમયમાં ભૂકંપને કારણે વિવિધ દેશોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારત અને તેના પડોશી દેશોમાં પણ દર થોડા દિવસે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. તેવી જ રીતે, નેપાળમાં પણ મંગળવારે બીજા ભૂકંપ અનુભવાયો. મંગળવારે વહેલી સવારે નેપાળમાં જારદાર ભૂકંપના આંચકા અનુભવાયા.ભારતના રાષ્ટÙીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે નેપાળમાં આવેલા ભૂકંપ વિશે માહિતી શેર કરી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે ૨૪ નવેમ્બર, મંગળવારના રોજ સવારે ૭ઃ૦૨ વાગ્યે નેપાળમાં જારદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ હતી, જેને ખતરનાક ભૂકંપ માનવામાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી ૨૦ કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી, વહીવટીતંત્રે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાન વિશે કોઈ માહિતી શેર કરી નથી. વધુ માહિતીની રાહ જાવાઈ રહી છે.
નોંધનીય છે કે ૧૨ નવેમ્બરની શરૂઆતમાં નેપાળમાં પણ ભૂકંપના જારદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટÙીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, આ ભૂકંપ સવારે ૪ઃ૩૦ વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૯ માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૭૩ કિલોમીટર નીચે હતું.ભૂકંપ દરમિયાન ધરતી ધ્રુજારીનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોનું અથડામણ, ઘર્ષણ અથવા સરકવું છે. જ્યારે ભૂકંપ આવે છે, ત્યારે ભૂગર્ભમાં સંગ્રહિત ઊર્જા અચાનક મુક્ત થાય છે. આ જ કારણ છે કે આપણી પૃથ્વી પર ભૂકંપના આંચકા અનુભવાય છે.




































