મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ સુરક્ષા અધિકારી અમરેલી તથા તાલુકા હેલ્થ ઓફિસ લીલીયાના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાવો, બેટી વધાવો’ યોજના અંતર્ગત જાતિગત સમાનતાને અનુલક્ષીને સેમિનાર યોજાયો હતો.
તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સરકારી આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ, લીલીયા ખાતે યોજાયેલા સેમિનારમાં કન્યા કેળવણી, સ્ત્રી-પુરુષ જાતીય અસમાનતા, મહિલાઓના કાયદાકીય અધિકારો, સરકારી યોજનાઓ, બાળલગ્ન સહિતના વિષયો અંગે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ કોગથિયા, કમલેશભાઈ અગ્રાવત, આયુષ ડોક્ટર નેહાબેન પીપળીયા, આશા બહેનો, આશા ફેસિલિટેટર અને ફિમેલ હેલ્થ વર્કરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ. સિધ્ધપુરાએ પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.