વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૭ સપ્ટેમ્બરના જન્મદિવસ અને સેવા સંકલ્પ અભિયાનના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમરેલી શહેરમાં અનોખી પહેલ કરવામાં આવી છે. શહેરની ખાનગી હોસ્પિટલોના ૪૦ જેટલા જાણીતા તબીબો ૧૭ સપ્ટેમ્બરે સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી દર્દીઓને વિનામૂલ્યે તથા રાહતદરે સારવાર આપશે. ગાયનેક, જનરલ સર્જન, ચામડી, આંખ અને જનરલ પ્રેક્ટિસના તબીબો ફ્રીઁડ્ઢ સેવા આપશે. જ્યારે ફિઝિશિયન, બાળરોગ અને ઓર્થોપેડિક સહિતના નિષ્ણાતો ૫૦ ટકા કન્સલ્ટેશન ફીમાં સારવાર આપશે. ઉપરાંત એક્સ-રે અને સોનોગ્રાફીમાં પણ ૫૦ ટકા રાહત આપવામાં આવશે. જનરલ પ્રેક્ટિશનર્સ પણ આ સેવા યજ્ઞમાં જોડાયા છે. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આ પહેલને આવકારી તેને સાચા અર્થમાં સેવા યજ્ઞ ગણાવ્યો હતો.









































