ધોરાજીના પાટણવાવ ગામે આવેલ ઐતિહાસિક ઓસમ પર્વત પર માત્રી માતાજીના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે ત્રણ દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે. મહંત જયવંતપુરીજીના અધ્યક્ષસ્થાને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત સાધુ-સંતો અને અગ્રણીઓ જોડાયા હતા.









































