ભારતીય શેરબજારમાં શુક્રવારે તીવ્ર અસ્થિરતાનો અનુભવ ચાલુ રહ્યો. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક તણાવને કારણે સવારના સત્રમાં ભારે વેચાણનો સામનો કર્યા પછી, ભારતીય ઇક્વિટી સૂચકાંકો તેમના નીચલા સ્તરથી મજબૂત રિકવરી કરવામાં સફળ રહ્યા. સેન્સેક્સે દિવસના સૌથી નીચલા સ્તરથી લગભગ ૬૦૦ પોઈન્ટનો મોટો ઉછાળો જાયો.ટ્રેડિંગના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૧૨૦.૮૩ પોઈન્ટ (૦.૧૬%) ઘટીને ૭૪,૭૮૧.૭૬ પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૭૯.૭૦ પોઈન્ટ (૦.૩૪%) ઘટીને ૨૩,૩૯૮.૧૦ પર મજબૂત રીતે બંધ થવામાં સફળ રહ્યો. કુલ ૧,૭૭૩ શેર વધ્યા, ૨,૩૭૩ ઘટ્યા અને ૧૯૦ શેર યથાવત રહ્યા એચડીએફસી બેંક અને ડા. રેડ્ડીઝે બજારની રિકવરીમાં આગેવાની લીધી.
નિફ્ટી હીટમેપ મુજબ, બેંકિંગ અને ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર નીચા સ્તરેથી રિકવર થયું.ટોપ ગેઇનર્સ શેરઃએચડીએફસી બેંક ૨.૦૮% વધીને ?૭૦૮.૨૫ પર બંધ થયો. ડા. રેડ્ડીઝ લેબોરેટરીઝ (+૧.૯૭%), ટેક મહિન્દ્રા (+૧.૦૦%),એચડીએફસી લાઇફ (+૦.૭૩%), વિપ્રો (+૦.૬૬%), અને કોટક બેંક (+૦.૫૯%) ટોચના વધ્યા હતા.આઇટીસી અને ઇન્ફોસિસ પણ લીલા નિશાનમાં બંધ થયા હતા.
ટોપ લુઝર શેર્સઃ બીજી બાજુ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (-૩.૨૧%) અને જેએસડબ્લ્યુ સ્ટીલ (-૨.૯૯%) માં સૌથી વધુ ઘટાડો જાવા મળ્યો. આઇશર મોટર્સ (-૨.૧૭%), ટાટા સ્ટીલ (-૨.૦૨%),ઓએનજીસી (-૨.૦૧%), મારુતિ (-૧.૫૧%), અને એસબીઆઇ (-૧.૩૯%) ટોચના વધ્યા હતા.સેક્ટરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ૦.૫% વધીને બંધ થવામાં સફળ રહ્યો, જે એકંદર બજારને ટેકો આપે છે.
સેક્ટરલ ઇન્ડેક્સ પ્રદર્શન
નિફ્ટી પ્રાઇવેટ બેંક ૦.૫% વધ્યો.
મેટલ્સ અને રિયલ્ટી ૨% થી વધુ ઘટ્યા.
ઓટો, એનર્જી અને ઓઇલ અને ગેસ ૦.૫% ઘટ્યા.
નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ અનુક્રમે ૦.૨૬% અને ૦.૬% ઘટ્યા.









































