ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે આવેલા પુલમાં ભંગાણ પડતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. જર્જરિત હાલતમાં રહેલા આ પુલ પરથી એસટી બસો, સ્કૂલ બસો, ભારે વાહનો સહિત અનેક વાહનોની સતત અવરજવર થાય છે. પુલમાં ભંગાણ હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી જરૂરી મરામત કે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ પુલની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવી ભંગાણની ગંભીરતા જાણી મરામત કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ખાસ કરીને સ્કૂલ બસોની અવરજવરને ધ્યાનમાં રાખી ચેતવણીના બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તેમજ મરામત પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ ઉઠી છે.