અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ડોર મટિરિયલનો વ્યવસાય કરતા ૪૪ વર્ષીય વેપારીને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના બહાને રૂ.૨.૭૧ લાખ પડાવી લીધા હતા. ફેસબુક મારફતે સંપર્કમાં આવેલી અને મલેશિયા રહેતી હોવાનો દાવો કરતી યુવતીએ કલબ એલિટ ‘૨૧’ નામની સ્કીમમાં કમિશન આપવાની લાલચ આપી આ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. સમગ્ર મામલે બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઠક્કર બાપાનગરમાં રહેતા અને કૃષ્ણનગર વિજય પાર્ક બીઆરટીએસ સામે બાલાજી એન્ટરપ્રાઇઝ નામે વેપાર કરતા હકાભાઈ પુનાભાઈ બામરોલીયા ગત ૩ સપ્ટેમ્બરના રોજ ફેસબુક સ‹ફગ કરી રહ્યા હતા. તે વખતે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્‌સ ધરાવતી નમ્રતા નામની પ્રોફાઈલ દેખાતાં તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. રિક્વેસ્ટ સ્વીકારાયા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
નમ્રતાએ પોતે મૂળ વડોદરાની હોવાનું અને હાલ મલેશિયા રહેતી હોવાનું કહી વોટ્‌સએપ નંબર આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વોટ્‌સએપ ચેટ અને કોલ પર વાતચીત ચાલતી હતી. વાતચીત દરમિયાન નમ્રતાએ જણાવ્યું હતું કે તે કલબ એલિટ ૨૧ નામની કંપનીમાં ઓનલાઇન રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અને તેમાં સારું કમિશન મળે છે. તેણે મોકલેલી લિંક પર વેપારીએ પહેલા રૂ.૩૦ હજારનું રોકાણ કર્યું હતું. જેના બદલામાં તેમને કમિશન સાથે રૂ. ૪૦,૪૬૨ પરત ચૂકવાયા હતા.
આ વળતર મળતાં વિશ્વાસ બેસી જતાં નમ્રતાએ આપેલા યુકો બેંકના ખાતામાં વેપારીએ ૧૦ સપ્ટેમ્બરના રોજ પોતાના એÂક્સસ બેંક ખાતામાંથી ઇ્‌ય્જી મારફતે રૂ.૨.૭૧ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. આ રકમ જમા થયા બાદ નમ્રતાએ કમિશન સાથે તમામ નાણાં પરત મેળવવા રૂ.૪.૪૪ લાખનો નવો ટાસ્ક તાત્કાલિક પૂરો કરવાનું દબાણ કર્યું હતું. વેપારીને શંકા જતાં તેમણે મિત્ર રૂપેશ શાહને વાત કરી હતી. મિત્રએ ફ્રોડ હોવાનું જણાવતાં તેમણે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.