ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને મુકેશ દેસાઈ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે બંનેના લગ્ન સમયના રોમેન્ટિક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જાકે આ તસવીરો વાયરલ થતાં જ મુકેશ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર દર્દભરેલા અને આક્ષેપયુક્ત કેપ્શન્સ લખીને સનસનાટી મચાવી દીધી છે.
ગુજરાતી સંગીત જગતમાં આગવી ઓળખ ધરાવતી લોકગાયિકા કિંજલ રબારીનું અંગત જીવન છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ફેરફાર અને પોતાના પિયર પક્ષને અનફોલો કરવાના નિર્ણયો બાદ તાજેતરમાં તેમના લગ્ન સમયની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. આ વાયરલ તસવીરોમાં બંનેની કેમિસ્ટ્રી સ્પષ્ટપણે જાઈ શકાય છે. સામે આવેલી તસવીરોમાં કિંજલ રબારી ટ્રેડિશનલ લાલ સાડી અને ભવ્ય સોનાના દાગીનાથી સજ્જ જાવા મળે છે. જ્યારે મુકેશ દેસાઈ પણ તેમની સાથે ખૂબ ખુશ નજરે પડે છે. એક ફોટામાં મુકેશ કિંજલના માથા પર સ્નેહપૂર્વક કિસ કરતા જાવા મળે છે, જ્યારે અન્ય તસવીરોમાં બંને એકબીજાનો હાથ પકડીને ઊભા છે. આ તસવીરો જાઈને નેટિઝન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક તરફ ખુશહાલ દાંપત્યજીવનના ફોટોઝ ટ્રેન્ડ થઈ રહ્યા છે, તો બીજી તરફ મુકેશ રબારીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નના જાડાવાળા ફોટોઝ શેર કરીને ત્રણ વિવાદાસ્પદ પોસ્ટ્સ મૂકી છે. આ પોસ્ટ્સના શબ્દો જાઈને ચાહકો ચોંકી ઉઠ્યા છે.
પ્રથમ પોસ્ટઃ મુકેશે લખ્યું કે, ‘જે વ્યÂક્ત જારદાર પ્રેમ કરી શકે, એ વ્યÂક્ત એટલી જ જારદાર નફરત પણ કરી શકે છે.’ આ સાથે કેપ્શનમાં ગંભીર આરોપ મૂકતા લખ્યું કે જિંદગીમાં ક્્યારેય આવી છોકરી પર વિશ્વાસ ન કરાય અને પોતાના માતા-પિતાને આવી છોકરીઓના ભરોસે ન મુકાય.
બીજી પોસ્ટઃ હિન્દી શાયરીના અંદાજમાં લખ્યું, ‘એસે હી નહીં ટુટા વિશ્વાસ મેરા, મેને દેખા હૈ ઉસે કિસી ઔર કે લિયે મુજસે જુઠ બોલતે હુએ…’
ત્રીજી પોસ્ટઃ ફિલ્મ ‘મિરઝાપુર’ નો સંદર્ભ આપતાં લખ્યું કે, ‘મિરઝાપુર મુવી સે એક બાત તો સિખને કો મિલી, લવ હી તો હૈ, લાઇફ ટાઇમ થોડી હી રહતા હૈ.’ નેટિઝન્સનું માનવું છે કે મુકેશની આ તમામ પોસ્ટ્સ કિંજલ રબારી તરફ ઈશારો કરીને અને સંબંધોમાં આવેલી તિરાડને ઉજાગર કરવા મૂકવામાં આવી છે.
આ જાડી અગાઉ પણ ભારે કાયદાકીય વિવાદોમાં સપડાઈ ચૂકી છે. નોંધનીય છે કે કિંજલ રબારીના કથિત અપહરણનો મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે તે મુકેશ સાથે મિરઝાપુર ફિલ્મ જાવા ગઈ હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા અને મૈત્રી કરારના આધારે મુકેશ દેસાઈ દ્વારા અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ફરિયાદને પગલે સમગ્ર મામલો મીડિયામાં વ્યાપકપણે ચર્ચાયો હતો. બંને પક્ષો વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી પારિવારિક વિવાદ જાહેરમાં આવી ગયો હતો.ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને ભારે હોબાળા બાદ આ કેસ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. કિંજલ રબારીએ તે સમયે વીડિયો કોન્ફરÂન્સંગ મારફતે અદાલત સમક્ષ પોતાની સ્પષ્ટ રજૂઆત કરી હતી.તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ પોતે પુખ્ત વયના છે અને પોતાના જીવનના તમામ નિર્ણયો સ્વેચ્છાએ અને સમજી વિચારીને લીધા છે. કિંજલના આ સીધા નિવેદનને ધ્યાને લઈને માનનીય હાઈકોર્ટે પરિસ્થિતિ ગંભીરતા મુજબ બંને પક્ષોને કાયદેસર સુરક્ષા પૂરી પાડવાનો સ્પષ્ટ નિર્દેશ પોલીસ તંત્રને આપ્યો હતો. જાકે હવે સામે આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સથી ફરી એકવાર આ વિવાદ સળગ્યો છે.










































