શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ હવે ગણેશ ચતુર્થીને લઈ ગોંડલ શહેરમાં તૈયારીઓ શરૂ થઈ છે. વિવિધ વિસ્તારોમાં ગણેશજીના પંડાલો ઉભા કરવાની કામગીરી શરૂ થઈ છે. મૂર્તિકારો એકથી દસ ફૂટ સુધીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. મૂર્તિકાર કાનભાઈના જણાવ્યા મુજબ નાની મૂર્તિ બનાવવામાં ૧૦ થી ૧૨ કલાક જ્યારે મોટી મૂર્તિ બનાવવામાં ૪ થી ૫ દિવસ લાગે છે. ચીનાઈ માટી, પી.ઓ.પી. અને કાથીનો ઉપયોગ થાય છે. વર્ષ દરમિયાન ૫૦૦ જેટલી મૂર્તિઓ તૈયાર થાય છે, જે ગોંડલ ઉપરાંત જેતપુર, ધોરાજી, વેરાવળ, સોમનાથ, રાજકોટ, જસદણ અને સુરત સહિતના શહેરોમાં જાય છે.











































