રાજુલા તાલુકાના કથીવદર પરા ખાતે તા. ૬ સપ્ટેમ્બર, ના રોજ કોળી જ્ઞાતિના આગરીયા પરિવાર તથા સાત ગામના સહયોગથી ૧૬ ગામનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં અમર આશ્રમ ડેડાણના દેવેન્દ્ર બાપુ સહિત સમાજના અગ્રણી વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સંગઠન મજબૂત બનાવવા અને ૧૬ ગામ માટે પ્રમુખ તથા ઉપપ્રમુખની નિમણૂક કરવા અંગે ચર્ચા થઈ હતી. દીકરા-દીકરીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવા, શિક્ષણનો વેગ વધારવા, જૂના કુરિવાજો નાબૂદ કરવા તથા અંધશ્રદ્ધાને અલવિદા કહી સમાજને વિકાસના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ લેવાયો હતો. દુલાભાઈ વાજા, રણછોડભાઈ બાંભણિયા, પ્રવીણભાઈ બાંભણિયા, સંજયભાઈ બાંભણિયા અને શાંતિભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.








































