અમરેલી જિલ્લામાં બે સ્થળેથી ૧૧ પત્તા પ્રેમી પકડાયા હતા. લીલીયાના બોડીયા ગામે સ્મશાન પાસેથી અનીલભાઇ બધાભાઇ સોંદરવા, આકાશભાઇ શામજીભાઇ ગળીયલ તથા હિંમ્મતભાઇ પ્રેમજીભાઇ સોંદરવા જાહેરમા ગંજીપતા વડે પૈસાનો તીન પતીનો હાર જીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂ.૩૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે ખાંભાના ડેડાણ ગામેથી નિજામભાઇ ભીખુભાઇ ખોખર, સાદીકભાઇ જીભાઇ ખોખર, કાદરભાઇ વલીભાઇ ટાંક, મજીદભાઇ ભીખુભાઇ ખોખર, હુસેનભાઇ ઉર્ફે વકીલ સાલેભાઇ બેલીમ, રમેશભાઇ ભગવાનભાઇ પરમાર, બાબુભાઇ બોઘાભાઇ સાખટ તથા જાદવભાઇ જીણાભાઇ ગોહિલ જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૦,૪૩૦, મોબાઈલ ફોન નંગ-૦૭ મળી કુલ કિં.રૂ.૩૭,૮૩૦ ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. બંને સ્થળેથી મળી કુલ રૂ. ૪૮,૨૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.