લાઠી તાલુકાના વિવિધ ગામોના ક્લસ્ટરમાં ૨૩, ૨૫ અને ૨૯ સપ્ટેમ્બરે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. લુવારિયા ખાતે ૨૩ સપ્ટેમ્બરે, પીપળવા ખાતે ૨૫ સપ્ટેમ્બરે અને નારણગઢ ખાતે ૨૯ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી કાર્યક્રમ યોજાશે. દામનગર નગરપાલિકા ખાતે ૩ ઓક્ટોબર અને લાઠી નગરપાલિકા ખાતે ૫ ઓક્ટોબરે કાર્યક્રમ યોજાશે. સેવાસેતુ ૨.૧ અંતર્ગત આધાર નોંધણી-સુધારા, રાશનકાર્ડ, વિધવા તથા વૃધ્ધ સહાય, વ્હાલી દીકરી યોજના, આવક-જાતિના દાખલા, હેલ્થ ચેકઅપ, બેંકિંગ સેવા, ઈ-કેવાયસી અને વારસાઈ અરજી સહિતની સેવાઓનો સ્થળ પર લાભ મળશે. ગ્રામ્ય તથા શહેરી નાગરિકોને કાર્યક્રમનો લાભ લેવા મામલતદાર કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.