રાજુલા, તા.૧૨
રાજુલાના વિસળીયા ગામે બોલાચાલીના મનદુખમાં યુવકને ફટકારવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. બનાવ અંગે વિનુભાઇ પાસાભાઇ શિયાળ (ઉ.વ.૨૦) એ દેવશીભાઇ રામભાઇ સાંખટ, ભરતભાઇ રામભાઇ સાંખટ તથા અજયભાઇ દેવશીભાઇ સાંખટ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટાભાઇ અશોકભાઇ ગામમાં માવો ખાવા માટે ગયા હતા. ત્યાં મોટર સાયકલ સાઇડમાં લેવા બાબતે દેવશીભાઈ સાંખટ સાથે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી ત્રણેય આરોપીઓ તેમના ઘર સામે આવી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. ભરતભાઈ તથા અજયભાઈએ હાથમાં લાકડી લઇ આવી તેમના માતા તથા ભાઇને માર મારી મુંઢ ઇજા કરી હતી. દેવશીભાઈએ હાથમાં ટ્રેક્ટરનું પપલર લઇ આવી તેમના માથામાં બે ઘા મારી પાંચ ટાંકા આવે તેવી ઇજા કરી તથા અજયભાઈએ તેમને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી.લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.










































