ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના દરમિયાન પાકિસ્તાનની વેપાર ખાધ ૧૬ ટકા વધીને લગભગ ૧૫ બિલિયન યુએસ ડોલર અથવા આશરે ૧.૪૧ લાખ કરોડ ભારતીય રૂપિયા થઈ ગઈ છે. એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે નિકાસ વૃદ્ધિમાં સતત ધીમી ગતિ વચ્ચે આ સમયગાળા દરમિયાન આયાત ૨૬ બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિÂસ્ટક્સને ટાંકીને, એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે જુલાઈ અને ઓક્ટોબર દરમિયાન આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત ૧૪.૬ અબજ યુએસ ડોલર સુધી વધીને ૧૬ ટકાનો વધારો થયો છે.
સત્તાવાર માહિતી અનુસાર, આયાત ૨.૯ અબજ યુએસ ડોલર અથવા ૧૨.૫ ટકા વધીને ૨૬ અબજ યુએસ ડોલર સુધી પહોંચી છે. વધતા ઉર્જા આયાત બિલને કારણે કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આયાત ૭૧ અબજ યુએસ ડોલર સુધી વધવાનો અંદાજ મૂક્્યો છે.
પીબીએસએ જણાવ્યું હતું કે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન કુલ નિકાસ ૧૧.૪ અબજ યુએસ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૮.૫ ટકાનો વધારો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે, પાકિસ્તાન સરકારે મોટાભાગના મુખ્ય નિકાસકારોને સસ્તી લોન આપવા માટે તેના બજેટમાં ૮૮ અબજ પાકિસ્તાની રૂપિયાની સબસિડી ફાળવી છે.
નિકાસ દર મહિને યુએસ ૨.૫ બિલિયન થી યુએસ ૩ બિલિયનની આસપાસ રહે છે, અને ડોલર સામે ૧૦૦ પાકિસ્તાની રૂપિયાના અવમૂલ્યનથી પણ નોંધપાત્ર વધારો થયો નથી. સેન્ટ્રલ બેંક અનુસાર, શુક્રવારે પાકિસ્તાની રૂપિયો ડોલર સામે એક પૈસા વધીને ૨૭૬.૬૬ પાકિસ્તાની રૂપિયા થયો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આર્થિક Âસ્થતિ લાંબા સમયથી બગડી રહી છે, પરંતુ સમયાંતરે ભ્રષ્ટાચારના મોટા કિસ્સાઓ સપાટી પર આવતા રહે છે. પાકિસ્તાનની આર્થિક Âસ્થતિને કારણે, ઘણા સરકારી અધિકારીઓ સેવામાં રહીને વિદેશમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પોતે વરિષ્ઠ પાકિસ્તાની અમલદારોની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા હતા.
પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાનમાં સક્ષમ અને પ્રામાણિક અમલદારો છે, પરંતુ તાજેતરના વર્ષોમાં, ઘણા અધિકારીઓએ કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન અને અન્ય યુરોપિયન દેશોને તેમનું કાયમી ઘર બનાવ્યા છે.




































