અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલા ધરમનગર, શ્રીજી-૧ રેસીડેન્સીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૧૨ ઇસમોને અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા.જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના આદેશ અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારની દેખરેખમાં ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.પોલીસે ગંજીપત્તાના ૫૨ પાના, ૧૨ મોબાઇલ ફોન (કિંમત રૂ.૧,૦૩,૨૦૦) અને રોકડા રૂ.૬૦,૨૩૦ મળી કુલ રૂ.૧,૬૩,૪૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ અમરેલીના રહેવાસી છે. તેમની સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.






































