ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લા પંચાયતના નિવૃત્ત અધિકારી પ્રકાશભાઈ બચુભાઈ લહેરી અને તેમના પુત્ર હાર્દિકભાઈ લહેરીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે મિત્રો પી. પી. કાબરીયા અને પંકજભાઈ વઘાસીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન દાતાઓએ સ્વ. વિમુબેન પ્રકાશભાઈ લહેરીના જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનારાયણની સેવા અર્થે રૂપિયા ૧,૧૧,૦૦૦નું ઉદાર અનુદાન ચેક સ્વરૂપે અર્પણ કર્યું હતું. આ બદલ સંસ્થાના ટ્રસ્ટી બી. એલ. રાજપરા દ્વારા દાતા પિતા-પુત્રનું સદ્ગુરુદેવ લિખિત પ્રેરણાદાયી પુસ્તક “જીજ્ઞાસુ પિયુષ” અને શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી લહેરી પરિવારની આ સરાહનીય માનવસેવા તથા ઉમદા સહયોગ બદલ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.







































