બાબરાના વાવડી ગામેથી યુવતી લાપતા બની હતી. હિતેષભાઇ ભીખાભાઇ કોલડીયા (ઉ.વ. ૪૨)એ જાહેર કર્યા મુજબ તેમની દીકરી તેજસ્વી (ઉ.વ.૨૧) ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી. શોધખોળ કરવા છતાં ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી. પાનસુરીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































