રાજકોટ ભાજપના કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં એસઆઇઆરના મુદ્દે કોંગ્રેસને સીધું નિશાન બનાવવામાં આવી.પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના શાસનકાળમાં અગાઉ ૧૧ વખત એસઆઇઆરની કામગીરી થઈ ત્યારે કોઈ વિરોધ કરવામાં આવ્યો નહોતો. પરંતુ હવે ૧૨મી એસઆઇઆરની કામગીરી થઈ રહી છે ત્યારે જ કેમ આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે.?
રૂપાલાએ વધુમાં જણાવ્યું કે ૧૩ કરોડ લોકોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરાયાં હોવાના મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે. જા ખરેખર આટલી મોટી સંખ્યામાં નામ કમી થયાં હોય તો આંકડાઓ સાથે સ્પષ્ટતા થવી જાઈએ. એસઆઇઆરના મુદ્દે કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે ૧૩ કરોડ લોકોનાં નામ કમી કરાયાં હોવાના નામે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જા કોઈના સાચા અને માન્ય મતદાર તરીકેના નામ કમી થયા હોય તો એફિડેવિટ રજૂ કરીને સાબિતી આપવી જાઈએ. બઘેલે વધુમાં જણાવ્યું કે અલગ અલગ રાજ્યોમાં મોટી સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો સામે આવ્યા છે.અનેક મધ્યમ વર્ગના લોકો રોજગાર કે અન્ય કારણોસર નજીકના શહેર કે કસ્બામાં સ્થળાંતર કરી જાય છે. તેમ છતાં તેમના જૂના ગામમાં પણ મતદાર તરીકે નામ ચાલુ રહે છે. આવી સ્થિતિમાં મતદાર યાદીનું વેરિફિકેશન જરૂરી બને છે. તેમણે ફોર્મ-૬ અને ઓટીપી આધારિત સ્વઘોષણાની પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ કોંગ્રેસ લાંબા સમયથી અનેક રાજ્યોમાં સત્તાથી બહાર છે. તેમ છતાં જીંઇને લઈને ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું.
એસ.પી. સિંહ બઘેલે કોંગ્રેસના નેતાઓ પર વધુ આકરા પ્રહાર કર્યા. તેમણે બંધારણના કેટલાક પાનાં રાહુલ ગાંધીનાં દાદીએ ફાડી નાખ્યાં હોવાનો આક્ષેપ કરી રાજકીય નિવેદનબાજી કરી. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓને મળતા ફંડિંગ અંગે પણ ગંભીર આરોપો લગાવ્યા.સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાઓએ જીંઇની કામગીરીને યોગ્ય ઠેરવી કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધને રાજકીય ગણાવ્યો. એક તરફ પરષોત્તમ રૂપાલાએ ૧૩ કરોડ નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસને પડકાર ફેક્યો.તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી બઘેલે ડુપ્લિકેટ મતદારો અને મતદાર યાદીના વેરિફિકેશનનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હવે એસઆઇઆરના મુદ્દે ભાજપના આક્ષેપો સામે કોંગ્રેસ શું જવાબ આપે છે અને આગામી દિવસોમાં આ રાજકીય વિવાદ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.