અમરેલી તાલુકાના જાળિયા ગામે ખેડૂતોના આર્થિક સશક્તિકરણના હેતુથી પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના અગ્રણી બ્રિજેશભાઈ કુરૂન્દલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ૨૪મો હપ્તો જમા થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય જગદિશભાઈ પોકળ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંભુભાઈ મહિડા અને પ્રાગજીભાઈ હિરપરાએ ખેડૂતોને યોજનાકીય માહિતી આપી હતી. ગ્રામસેવક વધાસીયા અને જિલ્લા મધ્યસ્થ બેંકના મેનેજર ઘનશ્યામભાઈ રામાણીએ બેંકિંગ તથા કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંદિપ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અશ્વિનભાઈ સાંગાણીએ સંચાલન કર્યું હતું. બ્રિજેશભાઈ ગોંડલીયા સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.







































