ચલાલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીના પ્રેમલગ્નના આઘાતમાં ઝેરી દવા પીનારી માતાનું સારવારમાં મોત થયું હતું. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલાની દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા. જેના કારણે આઘાત લાગતાં ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ દરમિયાન મોત થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ખોડાભાઈ બગડા વધુ તપાસ કરી રહ્યા છે.







































