ગુજરાતમાં ગાંધીનગર કોંગ્રેસ પાસેથી કબજે કરતાં ભાજપને આંખે પાણી આવ્યા છે. અનેક નેતાઓની તડજાડ અને જ્ઞાતિ સમીકરણો ગોઠવીને ભાજપે ગાંધીનગરનો કિલ્લો હાંસલ કર્યો છે. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની હોવાથી ભાજપ સત્તારૂઢ હોવું એ પણ જરૂરી છે. આજે ગાંધીનગર મનપાના સત્તાધિશોની જાહેરાત થઈ છે. જેમાં રૂપસિંહ ઠાકોરને મેયર બનાવાયા છે. ડેપ્યુટી મેયર તરીકે અંજના સુરેશ મહેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલ દાસની સાથે ૧૨ સભ્યોની જાહેરાત કરાઈ છે.ભાજપે આ જાહેરાતમાં ઠાકોર, બ્રાહ્મણ અને પાટીદાર સમાજને સાચવ્યો છે. ગાંધીનગરના ખજાનાની ચાવી પાટીદારને સોંપી પાટીદાર સમાજને પણ નારાજ કર્યો છે.ગાંધીનગરનું કાસ્ટ ફેક્ટર સમજીએ તો શહેરી મતદારોમાં પાટીદારોનું તો ગ્રામીણમાં આજે પણ ઠાકોર સમાજનો દબદબો છે. ગાંધીનગર જિલ્લાની કુલ વસ્તી અને મતદારો પૈકી ઠાકોર સમાજ સૌથી મોટી વસ્તી ધરાવતા સમુદાયોમાંથી એક છે.
જિલ્લાની મુખ્ય વિધાનસભા બેઠકો—જેવી કે ગાંધીનગર દક્ષિણ, કલોલ, અને માણસામાં ઠાકોર મતદારોની સંખ્યા કોઈપણ ઉમેદવારની હાર કે જીત નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.ગાંધીનગર જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ૬૫% થી ૭૦% ની વચ્ચે મતદાન નોંધાતું હોય છે, જેમાં ઠાકોર અને પટેલ સમાજના મતો નિર્ણાયક પુરવાર થાય છે. કલોલ, ગાંધીનગર દક્ષિણ અને માણસા જેવી બેઠકો પર ઠાકોર સમાજની વસ્તી વધારે હોવાથી મુખ્ય રાજકીય પક્ષો તરફથી ઠાકોર ઉમેદવારો (જેમ કે અલ્પેશ ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, બળદેવજી ઠાકોર અને બાબુજી ઠાકોર) વચ્ચે જ મુખ્ય સ્પર્ધા જાવા મળે છે. ગાંધીનગર જિલ્લાની ૫ બેઠકો પૈકી ૨ બેઠકો પાટીદાર સમાજ અને ૨ બેઠકો પર ઠાકોર સમાજના ધારાસભ્ય છે. દહેગામની બેઠક ક્ષત્રિય સમાજ પાસે છે.
ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદના ૨૮મા મેયર તરીકે કાનાજી શંકરજી ઠાકોર (૨૩ એપ્રિલ ૨૦૦૮ થી ૩૦ ઓક્ટોબર ૨૦૧૦) રહી ચૂક્્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં તેઓ ઠાકોર સમાજના પ્રથમ મેયર બન્યા હતા. હવે રાજ્યની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. આમ ગુજરાતમાં ઠાકોર સમાજનું વર્ચસ્વ વધી રહ્યું છે. ભલે અલ્પેશ ઠાકોરનું લીલીપેનથી સહી કરવાનું સપનું પૂરું થતું નથી પણ ગાંધીનગરના મેયર પદ માટે ઠાકોર સમાજને પ્રાધાન્ય મળે એમાં એમનો મોટો રોલ રહ્યો છે.










































