રાજુલા તાલુકાના બર્બટાણા ગામે બાપા સીતારામની મઢી (આશ્રમ) ખાતે પીએમ કિસાન સન્માન નિધિના ૨૪મા હપ્તાના લાઇવ પ્રસારણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ખેડૂતોના ખાતામાં રૂ. ૨,૦૦૦નો હપ્તો જમા કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં વાવેરા, બર્બટાણા, ખેરાળી નાની, બાબરીયાધાર, ખારી, નવાગામ, ખેરાળી મોટી, ચારોડિયા, ભાખ્ષી અને દિપડિયા સહિત દસ ગામોના લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.